મહિલા અને બાળકો સંબંધિત જાગૃતિ અને સુધારણા કાર્યક્રમ 20-07-2023

20Jul23-IMG1
Events & Webinars

મહિલા અને બાળકો સંબંધિત જાગૃતિ અને સુધારણા કાર્યક્રમ 20-07-2023

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ થતી પ્રવૃત્તિ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો માટે મહિલાઓ અને બાળકો સંબંધિત જાગૃતિ અને સુધારણા કાર્યક્રમ(જેમકે પલ્સ પોલિયો અને રસીકરણ અભિયાન)નુંસાબરમતી યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ જુલાઈ ૨૦૨૩ ને બુધવારના રોજ બીબીપુરા પ્રાથમિક શાળા,બીબીપુરા ગામ તા. દસ્ક્રોઈ, જિ. અમદાવાદ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ હરેશ પ્રજાપતિ, કુમારી લક્ષ્મી તિવારી, ડૉ. રાજેશ ચોધરી, શ્રીમાન યોગેશ પરમાર, શ્રીમાન જીત ધોળકિયા, શ્રીમાન અનિકેત પરમાર તેમજ સાબરમતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બીબીપુરા ગામના સરપંચશ્રી બાબુભાઇ ઝાલા, તેમજ ગામના તલાટીશ્રી શીતલ રબારી હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સિવાય બીબીપુરાપ્રાથમિક શાળાના આચાર્યશ્રી રવિશંકર ગોસ્વામી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. કાર્યક્ર્મનો શુભારંભ ‘ગુરુ બ્રહ્મા’ ના શ્લોકથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાબરમતી યુનિવર્સિટી તરફથી મુખ્ય મહેમાનોનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચશ્રી બાબુભાઈએ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આપી બાળકો અને વાલીઓને આ કાર્યક્રમ બાબતે ઉત્સાહિત કર્યા હતા. ત્યારબાદ સાબરમતી યુનિવર્સિટીના વિજ્ઞાન પ્રવાહના પ્રોફેસર ડૉ. રાજેશભાઈ ચોધારીએ પોલિયો શું છે?, પોલિયો કેવી રીતે ફેલાય છે? જેવી મહિતી આપી,રસીકરણનું મહત્વ અનેજાગરૂકતાબાબતે બાળશૈલીમાં સમજ આપી હતી. તો શાળાના આચાર્યશ્રી રવિશંકર ગોસ્વામીએ પણ ‘NSS અંતર્ગત થતી આવી પ્રવૃત્તિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી હોવાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે’ એમ જણાવી બાળકોને આ કાર્યક્રમ બાબતે માહિતગાર કર્યા હતા. અને આ કાર્યક્રમ એમની શાળામાં કરવા બદલ સાબરમતી યુનિવર્સિટીનો અને પ્રોફેસરોનો આભાર માન્યો હતો. તો ગુજરાતી વિભાગનાએસોસિયેટ પ્રોફેસર ડૉ. હરેશ પ્રજાપતિએ પણ બાળકોને રસીકરણની જાગરૂકતા અંગે માહિતગાર કરી આભારવિધિ કરી હતી. અને અંતે બાળકોને પ્રોત્સાહનરૂપે સાબરમતી યુનિવર્સિટી તરફથી નોટબૂક અને પેન્સિલ, રબ્બર કીટ આપી કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી.મુશળધાર વરસાદની વચ્ચે પણ ગામના મહેમાનશ્રી અને શાળાના વિદ્યાર્થી અને વાલીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.