Special talk on the occasion of Constitution Day at Sabarmati University

ft-img
Events & Webinars

Special talk on the occasion of Constitution Day at Sabarmati University

સાબરમતી યુનિવર્સિટીમાં બંધારણ દિવસ નિમિત્તે ખાસ વાર્તાલાપ

સાબરમતી યુનિવર્સિટીમાં 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક ખાસ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથી અને વક્તા તરીકે વકિલ અને સમાજસેવક કશ્યપ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમની શરૂઆતમાં લૉ ફેકલ્ટીના વિદ્યાર્થી દ્વારા આમુખ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. 

આ પ્રસંગે ઉપસ્થિત વક્તા કશ્યપ જાની દ્વારા શરૂઆતમાં બંધારણ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બંધારણ વિશે લોકોમાં કેવી રીતે જાગૃતિ ફેલાવી શકાય અને ભારતના લોકો બંધારણ પ્રત્યે જાગૃત રહે તેના પર તેમણે ભાર મૂક્યો હતો. 

સાથે જ દેશમાં બંધારણ પ્રત્યે જાગૃતિ માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ હોવાની વાત કરી તેના વિવિધ પાસાઓ વિશે પણ માહિતી આપી હતી. 

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન યુનિવર્સિટીના લૉ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. કિરિટ વ્યાસ, રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ શ્રીવાસ્તવ, ડિન-એકેડેમિક્સ ડૉ. પરશુરામ ધાકડ, ડે.ડિરેક્ટર (કેમ્પસ) ડૉ. હિતેષ વાંદરા, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ખાસ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.